Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેરળના પ્રખ્યાત ફૂડ વ્લોગરની તેના જ ઘરમાંથી ડેડ બોડી મળી

  • November 05, 2023 

કેરળના પ્રખ્યાત ફૂડ વ્લોગર રાહુલ એન કુટ્ટીએ શુક્રવારે કથિત રીતે આત્મહત્યા કરી હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, 33 વર્ષીય વ્લોગર તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.


કોચી પોલીસે જણાવ્યું હતું કે તેના માતા-પિતા અને મિત્રોએ તેને તેના બેડરૂમમાં લટકતો જોયો હતો, જેના પછી તેનો પરિવાર તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃતજાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે તેમને હોસ્પિટલમાંથી માહિતી મળી હતી. રાહુલ એન કુટ્ટીની આત્મહત્યાનું કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી.દરમિયાન પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધી કથિત આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કુટ્ટીના પરિવારમાં તેની પત્ની અને બે વર્ષનો પુત્ર છે. નોંધનીય છે કે રાહુલના ‘Eat Kochi Eat’ પેજના 4.21 લાખથી વધુ ફોલોઅર્સ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application