ભારતની મુલાકાત માટે પહોંચેલા કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સામોઈ રૂટોનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. કેન્યાના રાષ્ટ્રપતિ ત્રણ દિવસની ભારતી મુલાકાત પર આવ્યા છે. કેન્યાના કોઈ રાષ્ટ્રપતિની છેલ્લા છ વર્ષોમાં આ પ્રથમ ભારત યાત્રા છે. આ યાત્રાનો હેતુ દ્વિપક્ષીય સંબંધો શ્રેષ્ઠ કરવાનો છે. આ દરમિયાન કેન્યાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત અને કેન્યા ખૂબ સારા મિત્રો છે. કેન્યાની આઝાદી પહેલાથી અમારી વચ્ચે વિવિધ સ્તરો પર રાજદ્વારી સંબંધો હતા.
હું રાષ્ટ્રપતિ અને મારા સારા મિત્ર વડાપ્રધાનના આમંત્રણ પર ભારત આવ્યો છું. મારી અપેક્ષા છે કે આપણે કેન્યા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની જરૂર છે. અમે જોઈ રહ્યા છીએ કે, આપણે ગ્રામીણ વિકાસ અને વિશેષ કૃષિ ક્ષેત્રમાં ભાગીદારી કરી શકીએ છીએ. અનેક અન્ય બાબતો પર પણ અમે ચર્ચા કરીશું. લગભગ ત્રણ મહિના પહેલા ભારતમાં યોજાયેલા સમ્મેલન દરમિયાન આફ્રિકન યુનિયનને G20માં સામેલ કરવામાં આવ્યુ હતું. આવી સ્થિતિમાં કેન્યાના રાષ્ટ્રપતિની આ ભારત મુલાકાતનું ખૂજ જ વ્યૂહાત્મક મહત્વ છે. કેન્યાના રાષ્ટ્રપતિ મંગળવારે બિઝનેસ જગતના લોકો સાથે મુલાકાત કરશે. કેન્યાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત પહેલા ગત મહિને ભારતના વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને 30 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે કેન્યાની મુલાકાત કરી હતી. આ અગાઉ કેન્યાના સંરક્ષણ મંત્રાલયના કેબિનેટ સચિવ અડેન બારે ડુઆલે પણ ઓગસ્ટમાં ભારતની મુલાકાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application