ગુજરાતમાં, ભાજપ ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસ તેની અત્યાર સુધીની સૌથી ખરાબ હારના આરે આવીને ઉભી છે. ગુજરાતમાં પ્રથમ વખત, આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી તેના ઉમેદવારો માત્ર પાંચ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. દિલ્હીના સીએમ કેજરીવાલે કાગળ પર લખીને પોતાના ત્રણ નેતાઓની જીતનો દાવો કર્યો હતો, જેમાં AAPના સીએમ ચહેરો ઇસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાના નામ હતા.
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ દરમિયાન ઇસુદાન ગઢવી, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાની જીતનો દાવો કર્યો હતો. આ માટે તેમણે ત્રણેય નેતાઓના નામ કાગળ પર લખ્યા હતા અને તેમની બેઠકો પર જીતનો દાવો કર્યો હતો. જયારે અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે કેજરીવાલ દર વખતે આગાહી કરે અને સાચી પડે એ જરૂરી નથી. આમ આદમી પાર્ટીના આ ત્રણેય નેતાઓ ચૂંટણી હારતા જોવા મળી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ઇસુદાન ગઢવી ચૂંટણી લડી રહ્યા હતા, જેમની જીતનો દાવો સીએમ કેજરીવાલે કર્યો હતો. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મૂળુભાઈ બેરાને 77834 મત, આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીને 59089 મત જ્યારે કોંગ્રેસના વિક્રમ માડમને 44715 મત મળ્યા છે. આ સીટ પર બીજેપી ઉમેદવાર આમ આદમી પાર્ટીથી 18838 વોટથી આગળ છે.
ગુજરાતની કતારગામ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ ગોપાલ ઇટાલિયા મેદાનમાં હતા. આ સીટ પર ભાજપના વિનુ મોરડિયાને 120555 વોટ મળ્યા જ્યારે ગોપાલ ઈટાલિયાને 55878 વોટ મળ્યા. ભાજપે આ સીટ 60,659 વોટથી જીતી છે.પટેલ અનામત આંદોલનના અગ્રણી ચહેરા અલ્પેશ કથીરિયાએ પાટીદારોના ગઢ ગણાતી વરાછા બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી.
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે અલ્પેશ કથીરિયા ચૂંટણી જીતશે, પરંતુ પરિણામ ઊંધુ આવ્યું છે. ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીને 67206, અલ્પેશ કથીરિયાને 50372 વોટ જ્યારે કોંગ્રેસના પ્રફુલ્લ તોગડિયાને 2940 વોટ મળ્યા હતા. આ સીટ પર બીજેપી ઉમેદવાર આમ આદમી પાર્ટીથી 20000 વોટથી આગળ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500