Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડનાં છરવાડાથી કેજલબેન ગુમ થયા

  • July 07, 2022 

વલસાડ જિલ્લાના છરવાડા ભાઠેલ ફળિયા ખાતે રહેતા કેજલબેન પ્રકાશભાઈ પટેલ તા.૨૬/૬/૨૦૨૨ના રોજ સવારે ૭-૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી ચીખલા ખાતેની એમ.ઈ.ટી કંપનીમાં નોકરી પર ગયા હતા અને બપોરે ૩-૦૦ વાગ્યાના સુમારે સાહેદ અક્ષકને ફોન કરીની છરવાડા ભાઠેલ ફળિયા ખાતે રહેતા દર્શન જયંતીભાઈ પટેલ સાથે રાજીખુશીથી જાઉં છુ એમ કહી પ્રેમસંબંધમાં ક્યાંક જતા રહ્યા હતા, જે આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી.




ગુમ થનારની ઉંમર ૨૭ વર્ષ, ઊંચાઇ ૫ ફૂટ, રંગે ઘંઉવર્ણ અને મધ્યમ બાંધો છે. તેણીએ ગ્રે કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલું છે. જે ગુજરાતી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા મહિલાની જો કોઇને ભાળ મળે તો ડુંગરી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.


             


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application