ગાંધીનગરનાં માણસા તાલુકાનાં ચરાડા ગામે રહેતા યુવકને ગામના જ એક મહિલા સહીત ચાર શખ્સોએ ઝઘડાની જૂની અદાવતમાં ધોકા અને ગડદાપાટુનો માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજતા માણસા પોલીસે હુમલાખોર ચારે આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, માણસાના ચરાડા ગામે અંબિકા નગરમાં રહેતો અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો 27 વર્ષે વિજયજી અમરતજી ઠાકોર નામના યુવકની એક મહિના અગાઉ ગામમાં રહેતા સંગીતાબેન જયંતીજી ઠાકોરના પરિવાર સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
જેમાં ગત સોમવારના રોજ વિજયજી બહારગામથી પરત આવી ચરાડા ગામના ચાર રસ્તાથી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે કુલદીપ જયંતીજી ઠાકોર તેને જોઈ ગયો હતો ત્યારબાદ કુલદીપ તથા જયદીપજી જયંતીજી, સંગીતાબેન જયંતિજી અને લાલો સહદેવજી ઠાકોર એમ ચાર જણા વિજયની પાછળ આવી તેને ઉભો રાખી જૂની અદાવત બાબતે ઝઘડો કરી ગાળા ગાળી કરવા લાગતા આ યુવક તેમનાથી બચવા માટે પડુસ્મા રોડ પર આવેલા આઈટીઆઈની પાછળ ભાગ્યો હતો પરંતુ આ ચારેય જણાય તેને પકડી ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ ધોકા વડે પણ ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યો હતો જે બાદ વિજયજીએ હુમલાખોર ચારે વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. જયારે ગંભીર ઇજાગ્રસ્ત ફરિયાદી યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા માણસા પોલીસે હુમલાખોર ચારેય ઈસમોને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application