સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ રાજ્યભરમાં વિવિધ સ્થળો પર સફાઈ કરવામાં આવી. ત્યારે ઓલપાડ તાલુકાના કઠોદરા ગામની પ્રાથમિક શાળા સ્થિત પંચાયત પ્રમુખશ્રી, આંગણવાડીની બહેનો સહિત ગ્રામજનો દ્વારા સ્કૂલ તેમજ આજુબાજુ જાહેર જગ્યા ની સાફ સફાઈ કરવામાં આવી. સુરત જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પ્રવાસન સ્થળોની સ્વચ્છતા પર વિશેષ ભાર સાથે શેરી, મહોલ્લા, ગામ, શહેર શાળા, કોલેજ, બગીચા, તળાવ, રસ્તા, સરકારી કચેરીઓ, જાહેર સ્થળોએ સૌને સાથે જોડીને સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ સ્વચ્છતા માટે ગ્રામજનો, સખીમંડળની બહેનો સાથે મળીને રોજબરોજ સ્વચ્છતામાં લોકોની ભાગીદારી જોવા મળી રહી છે.આવો, સ્વચ્છ-નિર્મળ ગુજરાતના નિર્માણમાં આપણે સૌ જોડાઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500