Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કતારગામ : 17 વર્ષીય યુવક ઘરેથી નાસી ગયા બાદ ઘરે પરત ફર્યો

  • December 27, 2020 

હું મારી જાતે બહાર જાવુ છું અને મહાદેવને પ્રસન્ન કરવા જાવુ છું હું મારી જાતે પાછો આવી જઈશ. મે ઘરના કબાટમાંથી રૂપિયા ૪,૦૦૦ લીધેલ છે હોવાનો બોલતો વીડીયો પિતાના મોબાઈલમાં બનાવી સગીર ઘરેથી નાસી ગયો હોવાનો કતારગામમાં પ્રકાશમાં આવ્યો છે. પરિવારે બે દિવસ શોધખોળ કરવાની સાથે રાહ જાયા બાદ ફરિયાદ નોધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી તે દરમિયાન પુત્ર મોડીરાત્રે જાતેજ પરત ઘરે આવી જતા પરિવાર અને પોલીસે રાહત અનુભવી છે.

 

 

 

 

બનાવ અંગે કતારગામ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બાપા સીતારામ ચોક હરીદ્વાર સોસાયટીમાં રહેતા અશોકભાઈ પાંડવ(ઉ.વ.૪૪) ઈચ્છાપોર ડાયમંડ બુસમાં અંકીત જેમ્સમાં હીરા મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અશોકભાઈનો ૧૭ વર્ષ પુત્ર પ્રજ્ઞેશ ધો-૧૨ની પરીક્ષા આપી છે. દરમિયાન પ્રજ્ઞેશ સાંજે પાંચ વાગ્યે તેના પિતા અશોકભાઈના મોબાઈલમાં પરિવારના સભ્યોને સંબોધીને પોતાનો ઍક વીડીયો બનાવ્યો હતો જેમાં પ્રજ્ઞેશ પોતે બોલતો દેખાય  છે હું આ વીડીયોમાં ઍટલું જ કહુ છે કે મારી જાતે બહાર જાવ છું અને મહાદેવને પ્રસન્ન કરવા જાવુ છું હું મારી જાતે પાછો આવી જઈશ. મે ઘરના કબાટમાંથી રૂપિયા ૪,૦૦૦ લીધેલા છે. હુ મારી જાતે પાછો આવી જઈશ અને ઘરેથી  કાંઈ પણ કહ્ના વગર ક્યાંક ચાલી ગયો હતો. પુત્ર પ્રજ્ઞેશનો વીડીયો જોયા બાદ અશોકભાઈ સહિત પરિવારના લોકોના પગતળે જમીન ખસી ગઈ હતી. પુત્રની આખો દિવસ શોધખોળ કરવા છતાંયે તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. આખરે અશોકભાઈઍ ફરિયાદ નોધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન રાત્રે પ્રજ્ઞેશ પોતાની જાતેજ પરત ઘરે આવી ગયો હતો. અશોકભાઈએ પોલીસને પણ ફોન કરી પુત્ર પ્રજ્ઞેશ ઘરે આવી ગયો હોવાની જાણ કરતા રાહત અનુભવી છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application