Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’ માટે છેલ્લી ઘડીએ ગીતનું શુટિંગ થશે

  • September 23, 2024 

કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’ માટે છેક છેલ્લી ઘડીએ એક ગીતનું શૂટિંગ કરવામાં આવતાં બોલીવૂડ વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે. આ ફિલ્મ દિવાળીસમયે રીલિઝ થવાની છે. તેની રીલિઝમાં એકથી સવા મહિના જેટલો સમય માંડ બચ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમય પોસ્ટ પ્રોડક્શન અને વીએફએક્સની બાકી કામગીરી પૂર્ણ કરવાનો છે.


ફિલ્મની ટીમ દ્વારા અત્યારથી જ પ્રમોશનની તૈયારી પણ શરુ થવી જોઈતી હતી. તેને બદલે ફિલ્મની ટીમ લેહમાં ગીતના પિક્ચરાઈઝેશનમાં વ્યસ્ત છે. ફિલ્મની ટીમના જણાવ્યા અનુસાર એવું પણ નથી કે, આ ગીત છેલ્લી ઘડીએ પ્લાન થયું હોય. સચેત અને પરંપરાએ તૈયાર કરેલું ગીત પહેલેથી જ ફિલ્મના પ્લાનિંગમાં હતું.  આ ઉપરાંત ફિલ્મમાં પ્રિતમ, તનિશ્ક બાગચી અને અમાલ મલિકનાં પણ ગીતો છે.  તૃપ્તિ ડિમરીએ શિફોનની સાડી અને કાર્તિક આર્યને બ્લેક વેસ્ટ તથા લેધર જેકેટ સાથે લેહની બર્ફીલી ખીણમાં શૂટિંગ કર્યું હતું. આ ગીતની કોરિયોગ્રાફી વિજય ગાંગુલીએ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application