કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે હરિયાણાથી બે શૂટર્સની ધરપકડ કરી છે. પોલીસે આ અંગે ખુલાસો નથી કર્યો પણ હત્યારાઓ સાથે આવેલા નવીનના મોબાઈલથી વિગતો મેળવીને તથ્યો એકઠાં કર્યા છે. માહિતી અનુસાર હત્યાના આરોપી નવીનને તેમની સાથે ગોગામેડીના ઘરે લઈને ગયા હતા. નવીનના મોત બાદ પોલીસે તેના પરિવારથી જાણકારી લઈને કાર્યવાહી કરી છે.
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે જયપુરના ઝોટવાડાના રહેવાશી રોહિત રાઠોડની ધરપકડ કરી લીધી છે જે મૂળરૂપે નાગૌરના મકરાણાનો વતની છે. જ્યારે હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાશી નિતિન ફૌજીની પણ ધરપકડ કરવામાં આવી છે.
બીજી બાજુ હત્યાકાંડના વિરોધમાં રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કરાયું છે. આ બંધનું એલાન કરણી સેના દ્વારા જાહેર કરાયું છે. એવામાં આજે જયપુર સહિત અનેક શહેરોમાં બજારો બંધ રહેશે. જ્યારે જયપુરમાં તમામ વ્યાપારિક સંગઠનો બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. જયપુર ઉપરાંત જૈસલમેર, બાડમેર, જોધપુર, ચુરુ, રાજસમંદમાં બંધની જાહેરાત કરાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500