કર્ણાટક વિધાનસભા ચૂંટણી હેઠળ 10 મેના રોજ મતદાન બાદ આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે.મતગણતરી રાજ્યના 36 સેન્ટર પર સવારના 8 વાગ્યાથી શરૂ થઈ છે. ચૂંટણીપંચ અનુસાર લગભગ 2 વાગ્યા સુધીમાં ચોક્કસ તસવીર સામે આવી જશે. શરૂઆતના વલણની વાત કરીએ તો 224 વિધાનસભા બેઠકો ધરાવતા કર્ણાટકમાં મતગણતરીના આવેલા શરૂઆતના વલણોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. જોકે જેડીએસને કિંગમેકરની ભૂમિકામાં બતાવવામાં આવી છે,
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસે જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવે રાજ્યની ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સપ્તગિરી ગૌડાને ફક્ત 105 મતથી હરાવી આ બેઠક પરથી જીત મેળવી છે. અત્યાર સુધીના પરિણામોમાં આ સૌથી ઓછા અંતરથી જીત છે. આ સાંકડા અંતરની સ્થિતિને જોતા સપ્તગિરી ગૌડાએ આ બેઠક પર ફરી વખત મત ગણતરી કરાવવા માટે પણ વિનંતી કરી છે. જોકે અધિકારીઓએ વાતને નકારી દીધી છે.
કર્ણાટક ચૂંટણીના પરિણામ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું કે અમે ગરીબોના મુદ્દે લડ્યા. અમે આ પ્રેમથી ચૂંટણી લડ્યા હતા. કર્ણાટકના લોકોએ અમને બતાવ્યું કે આ દેશ પ્રેમને પસંદ કરે છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે. પ્રેમની દુકાનો ખુલી છે. તે દરેકની જીત છે. આ કર્ણાટકની જનતાની જીત છે. તેમણે કહ્યું કે અમે ચૂંટણી દરમિયાન કર્ણાટકની જનતાને 5 વચનો આપ્યા હતા. આ વચનો પ્રથમ દિવસે, પ્રથમ કેબિનેટમાં પૂર્ણ થશે.
ભાજપના મોટા નેતાઓ તેમની સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. મધુસ્વામી, શ્રીરામુલુ, રેણુકાચાર્ય, બીસી પાટીલ, એસટી સોમશેકર, એમટીબી નાગરાજ, ડો. સુધાકર, વી સોમન્ના, સુરેશ કુમાર પોતપોતાની સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો બેંગલુરુમાં પાર્ટી કાર્યાલયની બહાર ઉજવણી કરે છે. બીજી તરફ કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને મળવા પહોંચવા લાગ્યા છે.
કર્ણાટકના બેંગલુરુની હિલ્ટન હોટલમાં 50 રૂમ બુક કરવામાં આવ્યા છે. આ રૂમ કોંગ્રેસના ધારાસભ્યો માટે બુક કરવામાં આવ્યા છે. કોંગ્રેસે તમામ વિજેતા ઉમેદવારોને રાત્રે 8 વાગ્યે હોટલ પર પહોંચી જવા જણાવ્યું છે. આવતીકાલે વિધાનસભા પક્ષની બેઠક મળશે. વડાપ્રધાન મોદી માટે લોકપ્રિય સમર્થનથી પ્રેરિત ભાજપનું લક્ષ્ય 38 વર્ષ જૂની પરંપરાને તોડવાનું છે કેમ કે 1985થી કર્ણાટકમાં વર્તમાન પાર્ટી સત્તામાં ફરી ચૂંટાઈ નથી. તેનાથી વિપરિત કોંગ્રેસ આ જીતને આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રાથમિક વિપક્ષી દાવેદાર તરીકે તેની સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોઈ રહી છે.
જેડીએસ કિંગમેકર બની શકે
કર્ણાટકમાં ફરી એકવાર જેડીએસના કિંગમેકર બનવાની આશા છે. 10માંથી 5 એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભાની આશા વ્યક્ત કરી રહ્યા છે એટલે કે જેડીએસ વિના સરકાર રચાઈ નહીં શકે. પોલ ઓફ પોલ્સમાં ભાજપને 91, કોંગ્રેસને 108 અને જેડીએસને 22 તથા અન્યને 3 બેઠકો મળવાના સંકેત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500