કાપોદ્રા કારગીલ ચોક વિસ્તારમાં રહેતા યુવકને ક્રેડીટ કાર્ડમાંથી રોકડા કરી આપવાને બહાને કાર્ડની માહિતી મેળવી લીધા બાદ કાર્ડમાંથી રૂપિયા ૭૯ હજાર ટ્રાન્સફર કરી ઉપાડી છેતરપિંડી કરી હતી.
કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ મૂળ અમરેલીના લીલીયાના ભોરીંગા ગામના વતની અને હાલ શહેરમાં કાપોદ્રા કારગીલ ચોક પાસે ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતા શરદ હમીરભાઈ કનાલા (ઉ.વ.૨૨)ને ગત તા ૫મી નવેમ્બરથી ૨૦મી ડિસેમ્બરના સમયગાળામાં જીગ્નેશ રમેશચંદ્ર ઠક્કરના નામે ફોન કરનાર ગઠિયાઍ ઍચ.ડી.ઍફ.સી બેન્કના ક્રેડીટ કાર્ડમાંથી રોકડા કરી આપવાની વાત કરી હતી અને ક્રેડીટ કાર્ડની માહિતી મેળવી હતી અને ત્યારબાદ કાર્ડમાંથી રૂપિયા ૭૯,૦૦૦ ટ્રાન્સફર કરાવી પરત રોકડા રૂપિયા નહી આપી છેતરપિંડી કરી હતી.
વધુમાં સુત્રોઍ જણાવ્યું હતું કે શરદ તેના ભટ્ટ નામના મિત્રનો ક્રેડીટ કાર્ડ વાપરતો હતો અને તેને રૂપિયા ૫૦ હજારની જરૂર પડતા મિત્ર ભટ્ટને કાર્ડમાંથી રોકડા કરાવી આપવાની વાત કરતા ભટ્ટે જ જીગ્રેશ ઠક્કરનો નંબર આપ્યો હતો. શરદે તેને રૂપિયા ૫૦ હજાર રોકડા કરાવી આપવાની વાત કરતા હાલમાં રૂપિયા ૮૪ હજાર ઉપર સ્ક્રેમ ચાલે છે અને ઍક ટકો કમિશન કાપીને પૈસા આપવાની વાત કરી વિશ્વાસમાં લઈ શરદ પાસેથી પાનકાર્ડ, આધાર કાર્ડ, તેમજ ઓટીપી નંબર સહિત કાર્ડની માહિતી મેળવી લીધા બાદ ક઼ાર્ડમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે શરદ કના્લાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500