સુરતમાં પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યો છે. કાપોદ્રા પોલીસે નરેશ નામના આરોપીની ધરપકડ કરી ૬ જેટલા લૂંટના ગુના ઉકેલવામાં સફળતા મળી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ૪, અમરેલીનો ૧ અને સાવરકુંડલાનો એક ગુનો ઉકેલી કાઢ્યો છે.
લંબે હનુમાનરોડ ગાયત્રી સોસાયટીના જનતા એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર યોગેશ પુષ્પરાજ કોળીનો મોટો ભાઇ રાહુલ તા.૭મીના રોજ રાત્રી પાળીમાં નોકરી પર ગયો હોય તો યોગેશ તેને ટીફીન આપવા રચના સર્કલ પાસેથી પસાર થતો હતો ત્યારે ડી સ્ટાફના પોલીસવાળા છીએ એમ કહી અટકાવી ટીફીન ચેક કરી ગાળો આપી માર મારી ૧૫ હજારનો મોબાઇલ લૂંટી લીધો હતો. આ બનાવ બાદ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન પોલીસે બાતમીના આધારે કાપોદ્રા સાંઇનાથ હોટલના ધાબા પર રહેતો નરેશ ઉર્ફે નરીયો ત્રિકમ વઘાસીયા અને સાગરિત જયસિંગને પકડી પાડ્યો હતો.
કોપોદ્રા પીઆઇ એ.કે.ગુર્જરે જણાવ્યું કે, લૂંટની જાણ થતા મોડી રાત્રે જ આરોપીને ઝડપ્યા હતા. નરેશ લકઝરી બસનો ડ્રાઇવર છે.પોલીસને હાથે પકડાયેલો નરેશ ઉર્ફે નરીયા સામે સુરત અને સાવરકુંડલામાં કુલ ૬ જેટલા લૂંટ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. છેલ્લા પાંચ વર્ષથી વતન અમરેલીના ધારી ખાતે રહેતો હતો. ૩ દિવસ પહેલા જ સુરત આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500