સંજય લીલા ભણશાળીએ ‘રાઉડી રાઠોર પાર્ટ ટૂ’ માટે ડાયરેક્ટ તરીકે કન્નડાના ડાયરેક્ટર પ્રેમની પસંદગી કરી છે. પાર્ટ વનનું દિગ્દર્શન પ્રભુ દેવાએ ર્ક્યું હતું. હવે ડાયરેક્ટર બદલાતાં મુખ્ય એક્ટર તરીકે અક્ષય કુમાર પણ યથાવત રહેશે કે કેમ તે અંગે અટકળો શરુ થઈ છે. બોલીવૂડમાં અત્યારથી જ મુખ્ય હિરો તરીકે અક્ષય કુમારને બદલે શાહિદ કપૂર, ટાઈગર શ્રોફ તથા સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના કલાકારોની ચર્ચા થઈ રહી છે. એક અટકળ એવી છે કે આ વખતે ફિલ્મમાં એક ને બદલે બે હિરો હોઈ શકે છે. નવા ડાયરેક્ટરને હાલ તો સ્ક્રિપ્ટ ફાઈનલ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. તે પછી ફિલ્મની કાસ્ટ નક્કી થશે. ૨૦૨૫નાં વર્ષના ઉત્તરાર્ધમાં ફિલ્મનું શૂટિંગ શરુ થાય તેવી સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application