હાઈવોલ્ટેજ ડ્રામાં વચ્ચે સુરતની AAP બેઠકમાંથી ઉમેદવારી પાછી ખેંચનાર કંચન જરીવાલાને ખતરો હોવાના ડરે તેમણે પોલીસ રક્ષણ માંગ્યું છે. કંચન જરીવાલાને લઈને ગઈકાલે હાઈવોલ્ટેજ ડ્રામાં સર્જાયો હતો. ગઈકાલે આપે અપહરણના આરોપ લગાવતા તેઓ અચાનક સામે આવ્યા હતા અને પોલીસ પ્રોટેક્શન વચ્ચે તેમણે સૂરત પૂર્વ બેઠક પરથી ફોર્મ પરત ખેંચ્યું હતું. આથી ફોર્મ પરત ખેંચ્યા બાદ તેમના જીવને જોખમ છે જરીવાલાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી સુરક્ષાની માંગ કરી છે.તેમને એવી આશંકા છે કે જરીવાલા કોંગ્રેસના ઉમેદવારના માણસોને મારી નાખશે. જરીવાલાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને સુરક્ષાની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ,તેમણે એવી આશંકા કેટલાક લોકો તેમની પર હુમલો કરી શકે છે તેવો ભય વ્યક્ત કર્યો છે.પ્રથમ તબક્કાની ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સુરત પૂર્વ બેઠક પર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યું કે કંચન જરીવાલા, તેમના ગુમ થયેલા ઉમેદવાર કે જેમનું અપહરણ થયાના આરોપ લગાવ્યા હતા. કંચન જરીવાલાએ હવે AAPમાંથી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે ત્યારે તેમણે પોલીસ સુરક્ષાની માંગ કરી છે. ગઈકાલે તેમણે એવું પણ કહ્યું હતું કે, હું મારા સગા વ્હાલાને ત્યાં જતો રહ્યો હતો. હું પ્રચારમાં જતો ત્ચારે લોકો કહેતા કે, આપ રાષ્ટ્રવિરોધી પાર્ટી છે જેથી ટેન્શનમાં આવીને તેઓ સગા વ્હાલાને ત્યાં જતા રહ્યા હતા તેવું પણ તેમણે ગઈકાલે કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500