કામરેજ પોલીસે મોરથાણા ગામે ફાર્મ હાઉસમાં દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા ૧૨ જુગારીઓને રૂપિયા ૨૧ લાખથી વધુ કિંમતનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતા ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજનાં મોરથાણા ગામની સીમમાં આવેલા મારબેલા ફાર્મ હાઉસમાં કેટલાક ઇસમો ભેગા મળી પૈસા વડે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. જેથી કામરેજ પોલીસની ટીમે ફાર્મ હાઉસમાં છાપો મારતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસે ૧૨ જુગારીઓને જુગાર રમતા આબાદ ઝડપી પાડી ૩૫ હજાર રોકડા, ૪.૨૨ લાખના ૧૨ મોબાઇલ, ૧૬.૫૦ લાખની બાઇક અને બે કાર મળી પોલીસે કુલ ૨૧.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ પોલીસે જુગાર રમતા ભાવેશ અર્જુન રાંગાણી, મિતેશ રમેશ માવાણી, જયેશ પ્રવીણ સાકરીયા, રાહુલ ગોવિંદ ગોળકીયા (ચારેય રહે. મોટા વરાછા, સુરત), ચિરાગ ધીરૂ માણીયા, અશ્વીન કાળુ માણીયા (બંને રહે.નાના વરાછા સુરત), જતીન જીવરાજ દેસાઈ (રહે.પાસોદરા તા.કામરેજ), શૈલેષ ભગવાન નાવડીયા, અમીત ધીરૂ કળથીયા (બંને રહે.પુણાગામ, સુરત), દિપક મગન વેકરીયા (રહે.કાપોદરા. સુરત), જીજ્ઞેશ દેવચંદ માણીયા, દિલીપ દેવચંદ માણીયા (બંને રહે.સિમાડા નાકા, સુરત)ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500