સુરતના કામરેજ ચાર રસ્તા રત્નપુરી સોસાયટીમાં આવેલ નીરામય હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી કામ કરતો અને હોસ્પિટલનાં રૂમમાં જ રહેતો બ્રિજેશભાઇ સુરેશભાઇ ચૌધરી (ઉ.વ.26, મુળ રહે.મોરીઠા ગામ,તા.માંડવી) ગતરોજ સવારે હોસ્પિટલનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હોય તે સમયે કચરા પોતા કરવાવાળી માસી આવતા દરવાજો નહીં ખોલતા બાજુનાં મકાનનાં ધાબા પરથી આવી રૂમમાં જોતા બ્રિજેશે તેનાં રૂમની છતનાં પંખાની હુક સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લટકતો જોવા મળ્યો હતો. જેથી બનાવ અંગે કામરેજ પોલીસને જાણ કરતા જરૂરી કાર્યવાહી કરી બ્રિજેશ લાશને કામરેજ સરકારી દવાખાને પીએમ માટે ખસેડી હતી.
જોકે, બ્રિજેશના રૂમમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં પોતાનાં અંતિમ પગલા માટે હોસ્પિટલનાં ડોકટર કે કોઇ સ્ટાફ જવાબદાર નથી કોઇ યુવતી સાથે પ્રેમ સંબંધમાં મન દુ:ખ થતાં અંતિમ પગલું ભયું હોવાનું લખ્યું હતું. બ્રિજેશના પરિવારજનોને જાણ કરાતા નાનોભાઇ દિવ્યેશ અને અન્ય પરિવારજનો કામરેજ દોડી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application