વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા કાકરીયા મોરા ફળિયાની ચાલી ખાતે પોતાની દીકરીના ઘરે રહેતા કમલેશરામ ગરીબારામ જાતે તા.૨૮/૬/૨૦૨૨ના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યાનાં સુમારે પોતાની દીકરીના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર કશે જતા રહ્યા હતા, જે આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી.
ગુમ થનારની ઉંમર ૫૦ વર્ષ, રંગે ઘઉંવર્ણ, ગોળ ચહેરો અને મધ્યમ બાંધો છે. તેમણે સફેદ કલરનો શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેરેલું છે. જે હિંદી ભોજપુરી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા વ્યક્તિની જો કોઇને ભાળ મળે તો ઉમર્ગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application