Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજ: લસકાણા નજીક મારુતિ કારે પકડી આગ

  • December 23, 2020 

કામરેજથી સુરત જતા રસ્તા પર મારુતિ ઝુસુકી કાર નં.જીજે/૦૫/આરએ/૯૩૪૫ માં લસકાણા થી ડાયમંડપાસે મુખ્ય રસ્તા પર કારમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો ત્યારે બાજુના બાઈક ચાલકનું ધ્યાન જતા તેણે તરત કાર ચાલકને જણાવ્યું અને બાઈક ચાલકના કહ્યા બાદ કાર ચાલકે ગાડી ઉભી રાખી સુરક્ષિત રીતે ગાડી ચાલક સહીત બીજા 3 લોકોને નીચે ઉતાર્યા હતા અને ગણતરીની મીનીટોમાં જ કારમાં આગ લાગી ગાઈ હતી આગ બેકાબુ બનતા જ રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો.

 

 

 

આ સમગ્ર ઘટનાની કામરેજ ફાયર બ્રિગેટને જાણ કરવામાં આવી હતી અને તરત દોડી આવેલા ફાયર બ્રિગેટએ કારમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધી આખી કાર આગની લપેટમાં આવી બળીને ખાક ગઈ હતી. ખાસ કરીને બાઈક ચાલકની સતર્કતાથી કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અને એક મોટી દુર્ઘટના ટળી જતા લોકોએ  હાશકાર અનુભવ્યો હતો.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application