Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજ : ઉંભેળ ગામે ફલાયઓવર બ્રિજની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા

  • December 29, 2020 

કામરેજ નજીક ઉંભેળ ગામ પાસે વાંરવાર સર્જાતા અકસ્માતને લઇને ગામ લોકો દ્વારા ઘણા સમયથી ફલાયઓવર બ્રિજની માંગ કરવામાં આવી છે. જોકે, ઓવરબ્રિજની કામગીરી શરૂ ન થતાં આસપાસના ગામોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે ત્રસ્ત થયેલા લોકો મોટી સંખ્યામાં ઉંભેળ ગામ પહોંચી ગયા હોય છે. રસ્તા પર આંદોલન પર લોકો ઉતરે છે. જેથી પોલીસ અને હાઇ-વે ઓથોરિટી દ્વારા ઘટના સ્થળે પહોંચીને લોકો સાથે સમજાવટથી કામ લેવામાં આવે છે. ઓથોરિટી દ્વારા ૧૫મી જાન્યુઆરી સુધીમાં કામ શરૂ કરવાની બાયંધરી આપવામાં આવી છે. સ્થાનિકોઍ કહ્યું કે, જો કામ બાયંઘરી ­પ્રમાણે શરૂ નહી થાય તો આગામી દિવસોમાં ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

 

 

કામરેજના ઉંભેળ ગામ પાસે હાઇ વે પર ફલાય ઓવરબ્રિજ ન હોવાના કારણે વાંરવાર અકસ્માત સર્જાય છે. ઍક્સિડન્ટમાં ઘણીવાર લોકોઍ જીવ ગૂમવવાનો વારો આવે છે. અવાર નવાર ઍક્સિડન્ટ સર્જાતા હોવાથી લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી હાઇ વે ઓથોરિટી અને તંત્રને ઓવરબ્રિજ બનાવવા રજૂઆત કરી હોય પરંતુ કામગીરી ન શરૂ થતાં લોકો અકળાયા હોય છે. ઉંભેળ ગ્રામ પંચાયત પાસે ઍકઠા થયેલા લોકો મોટી સંખ્યામાં હોવાથી પોલીસ અને ઓથોરિટી પણ આવી ગઇ હતી. બાદમાં પોલીસે અને ઓથોરિટીઍ સમજાવટથી કામ લીધું હતું. જેમાં ૧૫મી જાન્યુઆરી સુધીમાં કામ શરૂ કરવાની બાયંધરી ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. લોકોઍ કહ્યું કે, આ સ્વયંભૂ આંદોલન છે. અકસ્માતમાં ઘણા લોકો જીવ ગૂમાવી ચૂક્યાં છે. હવે આગામી દિવસોમાં કામ શરૂ નહી થાય તો ફરીથી આંદોલન શરૂ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application