કલોલના અંબિકા બસ સ્ટેન્ડ ખાતે બે બસ વચ્ચે અકસ્માત સર્જાતા પાંચના મોત થયા છે. અંબિકા ખાતે એસટી બસ મુસાફરો લેવા માટે ઉભી હતી ત્યારે પાછળથી ખાનગી ટ્રાવેલ્સ બસ ચાલકે ટક્કર મારી હતી જેને કારણે સાઈડમાં ઊભા રહેલા પાંચ મુસાફરો દબાઈ જતા તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માતને પગલે એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં સરકારે સહાયની જાહેરાત કરી છે. જેમાં મૃતકનાં પરિવારને 4 લાખ તથા ઘાયલ થયેલાને 50 હજારની સહાય ચુકવાશે.
અંબિકા હાઇવે પર થયેલ અકસ્માતમાં શારદાબેન રોહિતભાઈ જાગરિયા, રહે.ગોપાલનગરના છાપરા, બળવંતજી કાળાજી ઠાકોર રહે.પિયજ, વિહોલ દિલીપસિંહ મનુજી રહે. ગોકુલધામ રેસિડેન્સી,પંચવટી, પટેલ પાર્થ દ્વારકેશભાઈ રહે દ્વારકેશ સોસાયટી, કલોલનો સમાવેશ થાય છે. મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે કલોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. અહીં મૃતકોના પરિજનોએ રોકકળ કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. 9 ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.કલોલ ખાતે અકસ્માતનો બનાવ બનતા પાંચ લોકોના મૃત્યુ થયા છે. ઘટનાને પગલે ગાંધીનગર જિલ્લા કલેક્ટર હિતેશ કોયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે મૃતકોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. રેફરલ હોસ્પિટલમાં ધારાસભ્ય,કલેક્ટર,પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500