Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘોર કળિયુગ માઁની મમતા લાજી : ડોલવણના ગડતમાં નવજાત બાળકને ત્યજી ફરાર થઇ ગઈ કળિયુગી માઁ

  • October 04, 2023 

ડોલવણના ગડત ગામની સીમમાંથી પસાર થતા હાઈવે રોડની બાજુમાં આવેલ શ્રીજી જનરલ સ્ટોર પાસે કોઈ માતા ત્રણ દિવસના નવજાત શિશુ (બાળક)ને ત્યજી જતી રહી હતી.જોકે સમગ્ર મામલે ડોલવણ પોલીસ દ્વારા બાળકીને ત્યજી દેનાર અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 hi લખી મોકલો 


તાપી જિલ્લા માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર તાપી જિલ્લાના ડોલવણના ગડત ગામની સીમમાંથી પસાર થતા ને.હા.૫૬ રોડની બાજુમાં આવેલ કિરણભાઇ ચીમનભાઇ ગામીતનાઓના શ્રીજી જનરલ સ્ટોર પાસેથી આશરે ત્રણ દિવસનું નવજાત બાળક(છોકરો) મળી આવ્યું છે.જેના વાલી વારસાની શોધ ખોળ કરવામાં આવી રહી છે (દત્તક માટે નહિ). જેના માટે ડોલવણ પોલિસ સ્ટેશન, તથા વિજયભાઇ રાઠોડ મો.૯૭૨૬૦૦૬૩૨૭ અને હિરેન ચૌધરી મો.૮૯૮૦૦૭૮૦૮૦ પર સંપર્ક કરી જાણ કરવા તેમજ બ્લોક નં-૫ પહેલો માળ,જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારા-તાપીની કચેરીએ જાણ કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની અખબારી યાદીમા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News