નવસારી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી નદી તળાવો છલકાય જવા પામ્યા છે. જિલ્લામાં થતાં ભારે વરસાદના લીધે વાંસદા તાલુકાનો જીવાદોરી સમાન કેલિયા ડેમ ઓવરફલો થયો છે. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે ડેમની હેઠળવાસમાં ગામોના લોકોને ખરેરા નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
કેલિયા ડેમથી પ્રભાવિત થતા ગામોમાં ચીખલી તાલુકાના કાકડવેલ, માંડવખડક, ગોડથલ, કણભઇ, સીયાદા, મોગરાવાડી, આમધરા, ઘેજ, મલિયાધરા, સોલધરા, પીપલગભાણ, ઘોલાર, કલિયારી, બલવાડા, તેજલાવ, ખેરગામ તાલુકામાં વાડ તેમજ ગણદેવી તાલુકામાં ઉંડાચ, ગોયંદી, વાઘરેચ, ખાપરવાડા અને દેસરા ગામોનો સમાવેશ થાય છે.હાલમાં કેલિયા ડેમની જળાશયની ભરપુર સપાટી ૧૧૩.૪૦ મીટર તેમજ જળાશયની સપાટી ૧૧૩.૪૫ મીટર છે. તેમ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, કેલિયા સિંચાઇ પેટા વિભાગ વાંસદા દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500