‘મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમના બીજા ચરણમાં ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોમા ‘કળશ યાત્રા’નું આયોજન કરવામા આવી રહ્યુ છે. જેમા તાલુકા પ્રમુખની અધ્યક્ષતામા આહવા ખાતે 'કળશ યાત્રા' યોજાઇ હતી. પોલીસ બેન્ડ સાથે આહવા ખાતે યોજાયેલ ‘કળશ યાત્રા’ના કાર્યક્રમમાં આહવા નગરજનોએ માટી અને ચોખા એકત્ર કર્યા હતા.
આ પ્રસંગે પ્રમુખએ જણાવ્યુ હતુ કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિની જે ચેતના જગાવી છે તે માટે ગામેગામ લોકો ઉત્સાહભેર આ કાર્યક્રમમા ભાગ લઇ રહ્યા છે. ડાંગ જિલ્લાના દરેક ગામડાઓમા યુવાઓ, મહિલાઓ અને વૃધ્ધોમા દેશભક્તિના આ કાર્યક્રમમા જોડાઇ રહ્યા છે. આ કાર્યક્રમમા આહવા ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ડાંગ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, હિસાબી અધિકારી, તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500