Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લિંગા ખાતે 'મેરી માટી-મેરા દેશ' અંતર્ગત 'કળશ યાત્રા' યોજાઇ

  • September 21, 2023 

‘મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમના બીજા ચરણમાં ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોમા ‘કળશ યાત્રા’નું આયોજન કરવામા આવી રહ્યુ છે. જેમા તા.૧૮/૦૯/૨૦૨૩ના રોજ લિંગા ગ્રામ પંચાયતમા 'કળશ યાત્રા' યોજાઇ હતી. આ કાર્યક્રમ અંતર્ગત લિંગા ગ્રામ પંચાયતના ગામડાઓના વિવિધ ઘરોમાંથી માટી એકત્ર કરવામા આવી હતી. તેમજ લોકોમા ‘મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમની જાગૃતિના ભાગરૂપે રેલી આયોજિત કરવામા આવી હતી. આ ક્રાર્યક્રમમા માજી સરપંચ, ઉપસરપંચ, પ્રા.શાળાના મુખ્ય શિક્ષક, તલાટી-કમ-મંત્રી, આરોગ્ય વિભાગના સ્ટાફ, તેમજ ગ્રામ પંચાયતના અને ગામના તમામ આગેવાનો મોટી સંખ્યામા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application