Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલા મહાકુંભની પ્રદેશ કક્ષાની સ્પર્ધાનો વ્યારા નગરમાં દબદબાભેર પ્રારંભ

  • February 12, 2025 

વ્યારા નગરના આંગણે દક્ષિણ ગુજરાત પ્રદેશ કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪–૨૫ ના બે દિવસીય કાર્યક્રમનો દક્ષિણપથ વિધાલય ખાતે પ્રારંભ થયો હતો. રમતગમત, યુવા અને સાંસકૃતિક પ્રવૃતિઓ વિભાગ, હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તાપી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં કુલ ૯ જિલ્લાઓના વિજેતાઓ વચ્ચે પ્રાદેશિક સ્પર્ધાઓ યોજાઈ રહી છે. તા.૧૧ ફેબ્રુઆરીના રોજ દક્ષિણપથ વિદ્યાલયના સહયોગથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારના કલાના પ્રોત્સાહન માટે આવી સ્પર્ધાઓ લોકજીવનને ધબકતું રાખે છે. આજે ૯ જિલ્લાઓ માથી આટલી મોટી સંખ્યામાં આવેલા કલાકારો, નિર્ણાયકો, શિક્ષકો, કલા રસિકોન તાપી જિલ્લામાં આવી સ્પર્ધા માટે આવે તે સમગ્ર જિલ્લા માટે એક ગૌરવની બાબત છે એમ ઉમેરી આંનદની લાગણી વ્યક્ત કરી હતી.. દક્ષિણ ઝોનના તમામ જિલ્લાઓમાં સુરત શહેર અને ગ્રામ્ય, ડાંગ, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી અને નર્મદા એમ કુલ ૯ જિલ્લાઓના ૪ વય જૂથ વચ્ચે 30 કૃતિઓ માટે પ્રાદેશિક કક્ષાએ સ્પર્ધાઓ યોજાઇ રહી છે. આ સ્પર્ધાઓમાં વિજેતા ટીમ અને વ્યક્તિગત કૃતિઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application