મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ઇન્દુ બ્રીજ સર્વિસ રોડ ઉપર ટ્રકમાંથી ઓફિસરનાં પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર રાજ્યમાં હેરાફેરી કરતા 12 નંગ ભેંસ સાથે ચાલક અને તેનો સાથીને ઝડપી પાડી કુલ રૂપિયા 7.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે બે’ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કાકરાપાર પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 19/07/2024નાં રોજ વહેલી સવારે સરકારી વાહનમાં બેસી પેટ્રોલિંગ કરતા હતા.
તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ટ્રક નંબર GJ/01/DV/5327માં પશુ ભરેલ છે અને તે હાલ ઇન્દુ બ્રીજ પાસે પાર્ક કરેલ છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચતા ત્યાં ઇન્દુ બ્રીજ સર્વિસ રોડ ઉપર બાતમીવાળો મળી આવ્યો હતો જેથી પોલીસ સ્ટાફનાં માણસોએ ટ્રકમાં તપાસ હાથ ધરતા ટ્રકમાં ખીચોખીચ અને ટૂંકી દોરી બાંધી ઘાસ ચારો કે પાણીની સગવડ વિના તેમજ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તેમજ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટેનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર રાજ્યમાં હેરાફેરી કરતા 12 નંગ ભેંસો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 4,80,000/- હતી.
ત્યારબાદ પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ઈસ્માઈલ અલીભાઈ મારવાડી (ઉ.વ.43., રહે.માસુમ પાર્ક સોસાયટી, મદીના હોટલ પાસે, શેરપુરા રોડ, ભરૂચ) અને તેની સાથે બેસેલ ઇસમનું નામ પૂછતા જેઈનુલ આબેદીન નિઝામ ફટટા (ઉ.વ.24., રહે.મોટા નાગોરીવાડ, મદીના હોટલ પાસે, ભરૂચ)નાં હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, ભરૂચ ખાતેનો મુનાફ ઈબ્રાહીમ ઠાકોરએ ટ્રકમાં 12 ભેંસ ભરવી આપી હતી અને આ ભેંસ માલેગાંવ ખાતેના ઈબ્રાહીમ આગ્રાવાલા જેના પુરા નામની ખબર નથી એને આપવાની હતી.
આમ, પોલીસે સ્થળ ઉપરથી 12 ભેંસ જેની કિંમત રૂપિયા 4,80,000/- અને ટ્રકની કિંમત રૂપિયા 3,00,000/- મળી કુલ રૂપિયા 7,80,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ બંને ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે આ કામે પોલીસ ચોપડે બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500