સુરતની વરાછા વિધાનસભા સીટ ભાજપ અને આપમાં કાકા અને ભત્રીજાનો જંગ છેડાયો હતો. ભાજપના કુમાર કાનાણી સામે પાટીદાર આંદોલનનો પ્રમુખ ચહેરો અલ્પેશ કથીરિયા ચુંટણી જંગમાં મેદાને ઉતાર્યો હતો અને ભારે રસાકસી ભર્યો માહોલ રહે તેવું કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ પાટીદાર આંદોલનના આ ચહેરાને મતદાન સમય લોકોએ હારનો સ્વાદ ચાખવી દીધો છે.કારણ કે આજે આવેલા પરિણામો પરથી સમગ્ર વિગત સ્પષ્ટ થઈ ચૂકી છે.
આ બેઠક પર પરિણામ પર નજર કરીએ 1:01 વાગ્યાના ઇલેક્શન કમિશનની વેબસાઇટ પરના આકડાઓ પ્રમાણે ભાજપના ઉમેદવાર કાકા કુમાર કાનાણીને 66785 મતો મળ્યા હતા અને આપના ઉમેદવાર ભત્રીજા અલ્પેશ કથીરિયાને 50031 મતો મળ્યા હતા. તેવામાં ભાજપના ઉમેદવારને 16754 મતોની ભારે લીડથી વિજય મેળવ્યો હતો.
હાઇ પ્રોફાઇલ બનેલી અને આપ દ્વારા ચોડી છાતી કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો તેવામાં ભાજપ દ્વારા આજે જીત થતાં કુમાર કાનાણીના કાર્યાલય ખાતે ભારે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો હતો અને કાકા સબ પર ભારી તેવી વાતો કરવામાં આવી રહી છે. તેવામાં પાટીદાર આંદોલન સમયે પણ પાટીદારોના ગઢ ગણાતી વરાછા બેઠક પર જીતીને સીટ હાંસિલ કરવામાં કામિયાબ રહેલા કુમાર કાનાણી હવે પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરા અલ્પેશ કથીરિયાને પણ પછદાટ આપવામાં સફળતા હાંસિલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500