આગામી દિવસોમાં તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાંથી ફરીવાર ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. કીમ પોલીસે બોલાવ GIDCમાં રેડ કરી શુદ્ધ દેશી ઘીના નામે ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મોટી માત્રામાં દેશી ઘીનો જથ્થો સીઝ કરી FSL માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે. કેટલાક બે નંબરીયાઓ થોડા પૈસા વધુ કમાવવાની લાલચમાં લોકો સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે.
જોકે આ બે નંબરિયાઓની મેલી મૂરદ વધુ ટકી નથી શકતી કારણે પોલીસ આવા લોકોને ઝડપી પાડતી હોય છે સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા બોલાવ ગામની GIDCમાં કીમ પોલિસે બાતમી આધારે રેડ કરી હતી. GIDCની એક ફેકટરીમાં છાપો મારતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. સ્થળ પર મોટા પ્રમાણમાં મુદ્દમાલ મળી આવ્યો હતો. ફેક્ટરીની અંદરથી મસમોટી બે ટાંકીઓ મળી આવી હતી. એક ટાંકીમાં ઘી તેમજ બીજી ટાંકીમાં પામોલિયન ઘી મળી આવ્યું હતું. જેમાં ડાલડા ઘી, વનસ્પતિ ઓઇલ, સોયાબિન ઓઇલ અને કલરનું મિશ્રણ કરી ઘી બનાવવામાં આવતું હતું. જયારે ફેકટરી વિવિધ મિશ્રણ સાથે રિફાઇન કર્યા બાદ એ ઘીને નાનેથી લઈને મોટા ડબ્બામાં પેકિંગ કરવામાં આવતા હતા.
જે બોટલો પર સારાંશ ગાયનું શુદ્ધ ઘી, અનમોલ રતન શુદ્ધ ઘી જેવા સ્ટીકરો લગાડવાથી આવતા હતા. મહત્વનું છે કે, ના માત્ર નાની મોટી બોટલો પરંતુ નાના પાઉંચમાં પણ ઘીનું વેચાણ કરાતું હતું. કીમ પોલીસે સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર પહોંચી ઘીના સેમ્પલોને લેબમાં પ્રશિક્ષણ અર્થે લઈ જવાયા છે. મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ જ ઓલપાડના સાયણ રોડ પરથી સોસાયટીના મકાનમાંથી આજ પ્રકારની એમ.ઓ ડુપ્લીકેટ ઘી બનાવવામાં આવી રહ્યું હતું. જેને સુરત જિલ્લા પોલીસે ઝડપી પડ્યું હતું. જે બાદ ઓલપાડ તાલુકામાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂનું ડુપ્લીકેસન કરતું કારખાનું પણ ઝડપી પાડ્યું હતું. જે બાદ હવે બોલાવ GIDCમાંથી ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું કીમ પોલીસે ઝડપી પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.
કીમ પોલીસે ઘટના સ્થળ ઉપરથી હજારોની સંખ્યામાં નાના મોટા ઘીના ડબ્બાઓ સીઝ કર્યા હતા. તેમજ 700 જેટલા પાઉંચ, તેલના ડબ્બાઓ, ઓઈલના ડબ્બાઓ, મશીનરી સીલ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો ફેક્ટરી માલિક કામરેજના અંકિત રાજેશ મોદી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘીના જથ્થાનું વેચાણ કેવી રીતે કરવામાં આવતું હતું. કોણ કોણ તેની ખરીદી કરી રહ્યાં હતા. એ બાબતે હવે પોલીસ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500