નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના વાપી ટાઉન પોલીસ સ્ટેશનના મોબાઇલ સ્નેચીંગનો સગીર આરોપી કુદરતી હાજતે જવું છે એમ કહી ટોઇલેટની બારીની જાળી વાંકી કરી ત્યાંથી ભાગી જતા જાપ્તાના પોલીસ દોડતી થઇ ગઇ છે અને ઘટના અંગે ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.વલસાડના વાપી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા પખવાડિયા અગાઉ મોબાઇલ સ્નેચીંગના ગુનાના આરોપી અશરફખાન (ઉ.વ. 15 નામ બદલ્યું છે) ને ડિટેઇન કર્યો હતો. ત્રણથી વધુ ગુના આચરનાર અશરફખાનની પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન તેણે ન્હાવાનો સાબુ ખાઇ લીધો હતો. જેથી તુરંત જ વાપી ખાતે પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે શીફ્ટ કરવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલના જે 0 વોર્ડમાં સારવાર લઇ રહેલા અશરફખાનને પગમાં હાથકડી પહેરાવીને રાખવામાં આવ્યો હતો અને સુરત સિટી પોલીસના હેડ કવાર્ટરના હે. કો. મહેન્દ્ર મનસુખ બારીયા ઉપરાંત પો.કો. નિમેશ ગામીત, સતીષ ચૌધરી અને એલ.આર મુકેશ ચૌધરી જાપ્તામાં હાજર હતા. જે અંતર્ગત ગત બપોરે અઢી વાગ્યાના અરસામાં અશરફખાને કુદરતી હાજતે જવાનું કહેતા હે. કો. મહેન્દ્રએ પગમાં પહેરાવેલી હાથકડી ખોલીને ટોઇલેટમાં લઇ ગયા હતા. ટોઇલેટ બહાર પહેરો ભરી રહેલા જાપ્તાના પોલીસને ચકમો આપી અશરફખાન ટોઇલેટની અંદરના ભાગે બારીની જાળી વાંકી કરી ત્યાંથી ભાગી ગયો હતો. પંદરેક મિનીટ સુધી અશરફ બહાર નહીં આવતા તેની શોધખોળ કરી હતી પરંતુ કયાંય પત્તો નહીં મળતા છેવટે ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application