Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા સંપન્ન,હવે જૂનમાં આવશે પરિણામ!

  • April 09, 2023 

રવિવારે રાજ્યભરમાંથી લાખો ઉમેદવારોએ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે.આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા આખરે તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. જણાવી દઈએ કે આ પરીક્ષા GPSSB ચેરમેન હસમુખ પટેલના નેતૃત્તવમાં યોજવામાં આવી હતી.જ્યારે હવે આ પરીક્ષાનું પરિમાણ જૂન મહિનામાં આવી શકે છે.જણાવી દઈએ કે,આ પહેલા જાન્યુઆરીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવાની હતી પરંતુ, પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી.


જૂન મહિનામાં આવશે પરિણામ

પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે અગાઉ પરીક્ષાના પરિણામ અંગે જણાવ્યું હતુ કે,આ પરીક્ષાનું પરિણામ જૂન મહિનામાં આવશે.આજે તેમણે જણાવ્યું કે,પરીક્ષા દરમિયાન કોઇપણ જગ્યાએ ગેરરીતિ સર્જાયાના કોઈ સમાચાર નથી.ઉપરાંત ઉમેદવારોને પરીક્ષા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે,આજનું પેપર સરળ હતુ પરંતુ થોડું લાંબું હતું.જોકે,પેપરમાં કોઇપણ વિવાદાસ્પદ પ્રશ્નો પણ પૂછાયા નહોતા. પેપર એકદંરે સારું હતું.


સીસીટીવી કેમેરાથી સજ્જ પરીક્ષા ખંડ


શનિવારે હસમુખ પટેલે જણાવ્યું હતું કે,જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને કોઈપણ મુશ્કેલી ન પડે તે માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. ગેરરીતિને રોકવા દરેક પરીક્ષા ખંડમાં CCTV કેમેરા લગાવાયા છે,સાથે જ પોલીસ અને અધિકારીઓની તાલીમ પણ આપવામાં આવી છે.આ પરીક્ષાનું પરિણામ જૂનમાં જાહેર થશે.અન્ય શહેરમાં રહેતા ઉમેદવારો માટે ST બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ બોસેમાં ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષા માટે તંત્ર અને પોલીસ તૈયાર છે.તેમણે કહ્યું હતું કે, પેપર લીક કાંડ સાથે સંકળાયેલા અને ATSએ ઝડપેલા આરોપીઓએ પણ પરીક્ષા આપવી હશે તો આપી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application