શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ ઓછો તફાવત હોય છે. ત્યારે અંધશ્રદ્ધમાં લોકો એ હદે ડૂબી જાય છે કે, તેઓ પોતાના સર્વસ્વ વિશે પણ ભાન ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢથી સામે આવ્યો છે. જેમાં તાંત્રિક વિધિને કારણે ફરી એકવાર યુવતી હવસનો શિકાર બની છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢના કેશોદ નજીક મેસવાણ ગામમાં તાંત્રિક વિધિના નામ પર ભુવાએ પૈસાનો લાલચ આપી યુવતીને પોતના હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે.
જોકે આ યુવતી પૈસાની લાલચમાં અંધશ્રદ્ધામાં પડી હતી. જેનો ફાયદો ઉઠાવીને ભુવાએ તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. જેની ફરિયાદ યુવતીએ ખુદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે વાસ્તવમાં વાત એ છે કે, ભુવાએ પૈસાની લાલચમાં યુવતીને ફસાવી હતી. ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, ભુવાએ તાંત્રિક વિધિના નામે પોતાની હવસનો શિકીર બનાવ્યો હતો. તેમજ યુવતીએ પોલીસે એમ પણ જણાવ્યું કે, આ તાંત્રિક ભુવાનું નામ સાગર છે જેણે તેના કુલ પાંચ સાથીદારો સાથે મળીને ગેંગરેપ કર્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ પીડિતો આ તમામ લોકો સામે એટ્રોસિટી, ધાકધમકી તેમજ ગેંગરેપ સહિતના ગુનાની ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500