Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનો જૂજ ડેમ ઓવરફલો

  • July 26, 2023 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો જૂજ ડેમ ઓવરફલો ડેમની હેઠળવાસના ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાઇ નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી વરસેલા વરસાદથી નદી-નાળા, તળાવો છલકાય જવા પામ્યા છે. વાંસદા તાલુકાનો જીવાદોરી સમાન બે ડેમ આવેલા છે. જેમાં એક કેલિયા ડેમ અને બીજો જૂજ ડેમ આવેલો છે. જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે થોડા સમય પહેલા કેલિયા ડેમ પણ ઓવરફલો થયો છે. અને આજે જૂજ ડેમ પણ ઓવરફલો થયેલો છે. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે ડેમની હેઠળવાસમાં ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.



જૂજ ડેમથી પ્રભાવિત થતા ગામોમાં વાંસદા તાલુકાના જૂજ, ખડકીયા, નવાનગર, વાંસિયાતળાવ, વાંસદા, રાણી ફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર, ચીખલી તાલુકામાં દોણજા, હરણગામ, ચીખલી, ખુંધ, ઘેકટી, વંકાલ (વ.ફળિયા), ગણદેવી તાલુકામાં ઉંડાચ, લુહાર ફળિયા, વાણીયા ફળિયા, ગોયંદી, ખાપરવાડા અને દેસરા ગામોનો ગામોનો સમાવેશ થાય છે. હાલમાં જૂજ ડેમની જળાશયની ભરપુર સપાટી ૧૬૭.૫૦ મીટર તેમજ જળાશયની સપાટી ૧૬૭.૫૫ મીટર છે. તેમ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, જૂજ યોજના માટિયાર બંધ પેટા વિભાગ વાંસદા દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application