મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની જામીન અરજી પર બુધવારે અમદાવાદ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી ચુકાદો હાલ અનામત રાખ્યો છે. આ મામલે આગામી ટૂંક સમયમાં કોર્ટ ચુકાદો આપી શકે છે.
જણાવી દઈએ કે,આ પહેલા માલિની પટેલે અમદાવાદની મેટ્રો કોર્ટમાં જામીન અરજી કરી હતી તે કોર્ટે ફગાવી હતી. ત્યાર બાદ માલિની પટેલના વકીલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેના પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી.મીડિયા અહેવાલ મુજબ,માલિની પટેલના વકીલે ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે સવાલ ઉઠાવતા દલીલ કરી હતી કે,કિરણ પટેલની સામેની ફરિયાદમાં માલિનીના નામનો કોઇ ઉલ્લેખ નથી. ક્રાઇમ બ્રાંચે માત્ર પોતાની શાન સાચવવા માટે માલિની પટેલની ધરપકડ કરી હતી.
આગામી સમયમાં કોર્ટ આપશે
ચુકાદોઆ સાથે માલિની પટેલના વકીલે કહ્યું હતું કે, ફરિયાદી જગદીશ ચાવડા માલિની પટેલને ક્યારેય મળ્યા નથી અને તેમની વચ્ચે કોઈ નાણાકીય વ્યવહાર પણ થયો નથી. માલિની પટેલ નિર્દોષ છે. બીજી તરફ સરકારી વકીલે દલીલ કરી કે, માલિની પટેલ સામે પ્રોપર્ટી પચાવી પાડવાનો ગંભીર આરોપ છે. તેની સામે છેતરપિંડીનો આરોપ છે. કેસની તપાસ ચાલુ હોવાથી આરોપીને જામીન આપી શકાય નહીં. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી ચુકાદો હાલ અનામત રાખ્યો છે. આ મામલે આગામી ટૂંક સમયમાં કોર્ટ ચુકાદો આપી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500