Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપની 890 કરોડ ડોલરનું વળતર ચૂકવશે ? કારણ જાણો

  • April 29, 2023 

જ્હોન્સન એન્ડ જ્હોન્સનના કન્ઝયૂમર હેલ્થ યુનિટ કેનવ્યૂનું નામ પણ ટેલ્કમ પાઉડરથી કેન્સર થતું હોવાના કેસમાં જોડાઈ ગયું છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સને તેના કેનવ્યૂ યુનિટના આઇપીઓની જાહેરાત કરી છે તે અરસામાં આ જાણકારી સામે આવી છે. કેનવ્યૂ 4,200.95 કરોડ ડોલરનું બજાર મૂલ્ય ધરાવે છે. જોકે ટેલ્કમ પાઉડરથી કેન્સર થતો હોવાના વિવાદથી પીછો છોડાવવા જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપની આ મહિનાના આરંભમાં 890 કરોડ ડોલરનું વળતર ચૂકવવા રાજી થઈ ગઈ છે. આ પહેલાં કંપની હંમેશાં દાવો કરતી રહેતી હતી કે, તેના દ્વારા ઉત્પાદિત ટેલ્કમ પાઉડરથી કેન્સર થતું નથી.


કેનવ્યૂ કંપની વિરુદ્ધ ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં કેસ દાખલ થઈ ચૂક્યો છે. લૂઇસિયાનામાં રહેતા દંપતીએ જ્હોન્સન એન્ડ જ્હોન્સનના કન્ઝયૂમર હેલ્થ યુનિટ કેનવ્યૂ સામે કેસ દાખલ કરી દીધો છે. દંપતીએ અરજીમાં રજૂઆત કરી છે કે, તેમના બાળકને એસ્બેટોસ ધરાવતા ટેલ્કમ પાઉડરને કારણે મેસોથેલિયોમા કેન્સર થયું છે..

ટેલ્કમ પાઉડર કઈ રીતે જોખમી છે?


ત્વચા મારફતે ટેલ્કમ પાઉડરમાં હાજર એસ્બોટોસ લોહીમાં ભળી જતું હોય છે. ટેલ્કમ પાઉડરનો સતત ઉપયોગ કરતાં કેન્સર થવાનું જોખમ વધી જાય છે. અનેક સંશોધનો તે વાતને સમર્થન આપી ચૂક્યા છે કે, જે મહિલાઓ તેમના જનનાંગોની આસપાસ ટેલ્કમ પાઉડરનો સતત ઉપયોગ કરતી રહેતી હોય છે તેમને ગર્ભાશયના કેન્સરનું જોખમ રહે છે. આ કારણસર ફેફસાંના અને મસોથેલિયોમા કેન્સર થવાનું જોખમ પણ વધી જતું હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application