Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરનું વેચાણ બંધ : કંપનીએ અમેરિકા-કેનેડામાં બે વર્ષ પહેલાં પ્રોડક્ટ બંધ કરી

  • August 13, 2022 

જ્હોન્સન એન્ડ જ્હોન્સનનો બેબી પાઉડર આગામી વર્ષે 2023થી બજારમાં જોવા નહીં મળે. કંપનીએ 2023થી વૈશ્વિક સ્તરે ટેલ્ક આધારિત બેબી પાઉડરનું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું કે 128 વર્ષથી દુનિયામાં વેચાતા આ પાઉડરનું બે વર્ષ પહેલા જ અમેરિકા અને કેનેડામાં વેચાણ બંધ કરાયું હતું. એક સમયે આ બેબી પાઉડર ભારતમાં નંબર-1 હતો. જોકે, કેટલાક વર્ષોથી અમેરિકા સહિત દુનિયામાં આ પાઉડરથી કેન્સર થતું હોવાના કેસો થવાથી તેનું વેચાણ ઘટી ગયું છે.




આખી દુનિયામાં કરોડો મહિલાઓએ ક્યારેક ને ક્યારેક તેમના બાળકોને જ્હોન્સન એન્ડ જ્હોન્સનનો બેબી પાઉડર જરૂર લગાવ્યો હશે. બ્રિટનની આ કંપનીની પ્રોડક્ટ ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય હતી અને તે માત્ર નામથી જ વેચાઈ જતી હતી. કંપનીએ વર્ષ-1894માં આ પ્રોડક્ટ શરૂ કરી હતી. પરંતુ આ પાઉડરથી કેન્સર થતું હોવા અંગે અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં કેસ થયા પછી કંપની આ પ્રોડક્ટ પર થયેલા કાયદાકીય કેસોથી કંટાળી ગઈ છે.




કંપનીએ કહ્યું કે, તે ટેલ્ક આધારિત બેબી પાઉડરનું વેચાણ બંધ કરી દેશે અને તેના બદલે કોર્ન સ્ટાર્ચ આધારિત બેબી પાઉડરનું વેચાણ કરશે. કંપનીએ બે વર્ષ પહેલાં જ અમેરિકા અને કેનેડામાં આ પાઉડરનું વેચાણ બંધ કરી દીધું હતું. કંપની પર આ પ્રોડક્ટ સામે અમેરિકામાં અંદાજે 38 હજારથી વધુ કેસ ચાલી રહ્યા છે. અનેક મહિલાઓએ દાવો કર્યો છે કે, આ બેબી પાઉડરનો ઉપયોગ કર્યા પછી તેમને ઓવેરિયન કેન્સર થઈ ગયું.




અમેરિકન નિયમનકારે પણ દાવો કર્યો હતો કે, તેમને કંપનીના બેબી પાઉડરમાં કેન્સર પેદા કરનારા તત્વો મળ્યા છે. આ પાઉડરમાં એસ્બેસ્ટસ જેવું તત્વ મળે છે, જેનાથી કેન્સર થઈ શકે છે. અનેક ગ્રાહકોએ આ મુદ્દે કોર્ટ કેસ કર્યા હતા અને કંપનીએ હજારો કરોડો રૂપિયાનો દંડ ચૂકવવો પડયો હતો. કંપનીના વકીલે કહ્યું કે કંપનીએ અત્યાર સુધીમાં કોર્ટ-કચેરીના ચક્કરમાં 7,968 કરોડ રૂપિયા (અંદાજે એક અબજ ડોલર)ની ચૂકવણી કરી છે. કંપનીને 3.5 અબજ ડોલરનું પેમેન્ટ કરવા મજબૂર કરાઈ રહી છે.




સેન્ટ લુઈસ રાજ્યમાં કોર્ટમાં કંપનીને 2.5 અબજ ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે 20 હજાર કરોડ કંપની પર આરોપ કરનારી 20 મહિલાઓને આપવા માટે કહેવાયું છે. હજુ પણ દુનિયામાં અનેક જગ્યાએ આ પાઉડર સામે કેસ ચાલી રહ્યા છે. જોકે, કંપનીએ આ આરોપોનું ખંડન કર્યું હતું.




કંપનીએ કહ્યું કે તેણે ઉત્તરીય અમેરિકામાં વેચાણ ઘટવાથી આ પ્રોડક્ટ હટાવી હતી. કંપનીના બેબી પાઉડરમાં વપરાતો ટેલ્ક દુનિયાનું સૌથી સોફ્ટ મિનરલ છે. તે અનેક દેશોમાં બનાવાય છે. પેપર, પ્લાસ્ટિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ સહિત અનેક ઈન્ડસ્ટ્રીઝમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. આ પાઉડરનો ઉપયોગ નેપી રેશ અને અનેક પ્રકારના પર્સનલ હાઈજીનમાં પણ થાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application