Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈના પરમેડન્ટ કોલોની ખાતે રહેતા જીગ્નેશભાઈ પટેલ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ

  • December 05, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉકાઈનાં 3-A/5 સેક્ટર-1 પરમેડન્ટ કોલોની ખાતે રહેતા દેવેન્દ્રભાઈ બળદેવભાઈ પટેલ (ઉ.વ.42., મૂળ રહે.પાંચોટ ગામ, બસ સ્ટેશનની સામે, તા-જિ.મહેસાણા) નાંઓએ તારીખ 02/12/2023નાં રોજ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 27/11/2023નાં સવારનાં 7 કલાકથી સાંજનાં 6 વાગ્યાના સમય દરમિયાન તેમનો નાનો ભાઈ જીગ્નેશભાઈ બળદેવભાઈ પટેલ ગુમ થયા હતા, જયારે તેમનો નાનો ભાઈ જીગ્નેશ સ્કિચોફેનીયા નામની માનસિક બીમારીથી પીડિત હતા. વધુમાં દેવેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, જીગ્નેશભાઈ રંગે શ્યામ વર્ણનો છે જેની ઊંચાઈ આશરે 5 ફૂટ 5 ઈંચ છે તેમજ ગુજરાતી ભાષા બોલે છે તથા જાણે છે અને શરીરે આસમાની કલરનું લાંબી બાયનું શર્ટ તથા તેની ઉપર કાળા કલરનું જેકેટ પહેરેલ અને કમરે વાદળી કલરનું પેન્ટ પહેરેલ તથા પગમાં ચંપલ પહેરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application