Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોંગ્રેસના જીગ્નેશ મેવાણી 1200 વોટથી આગળ, જાણો ભાજપના અલ્પેશ અને હાર્દિકના હાલ

  • December 08, 2022 

ગુજરાતમાં મતગણતરી ચાલી રહી છે. ગત ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં ઉભરેલા ત્રણ યુવા ચહેરાઓ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી આ વખતે મેદાનમાં હતા. આ ત્રણેય યુવકોની સીટનું વલણ સામે આવ્યું છે. આ વખતે ભાજપની ટિકિટ પર હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર મેદાનમાં છે, જ્યારે જીગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી કોંગ્રેસ તરફથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.



ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ હાર્દિક પટેલ સવારે 10 વાગ્યાથી આગળ હતા. ત્યારે હાર્દિક પટેલને 14,300 વોટ મળ્યા હતા જ્યારે AAPના અમરસિંહ ઠાકોર બીજા નંબર પર ચાલી રહ્યા છે. તેમને 11,939 વોટ મળ્યા છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા નંબરે છે.


જિજ્ઞેશ મેવાણી ગત વખતે વડગામ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. આ વખતે તેઓ કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં છે. તે હાલમાં વડગામમાં પ્રથમ નંબર પર ચાલી રહ્યો છે. જીજ્ઞેશ વડગામમાં 1200 મતોથી આગળ ચાલીરહ્યા છે.



ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર આગળ ચાલી રહ્યા છે. તેમને 4801 મત મળ્યા છે. તેમની સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના હિમાંશુ પટેલને 3560 મત મળ્યા હતા. ગાંધીનગર દક્ષિણમાં સવારે 10 વાગ્યા સુધી આમ આદમી પાર્ટીને માત્ર 195 વોટ મળ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application