કોંગ્રેસના નેતા અને ઝારખંડના મંત્રી આલમગીર આલમે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજભવનને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આલમગીર આલમ પાકુર વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના ધારાસભ્ય છે. હેમંત સોરેનના રાજીનામા બાદ ચંપાઈ સોરેને નેતૃત્વ સંભાળ્યા બાદ આલમગીરને ફરી મંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. હાલ એન્ફોર્સમેન્ટડિરેક્ટોરેટ (ઈડી) આલમગીર વિરુદ્ધ મનીલોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં ઈડીએ 15 મેના રોજ તેમની ધરપકડ કરી હતી.
તેઓ છ દિવસના ઈડીના રિમાન્ડમાં છે. આલમગીરના વકીલે દાવો કર્યો છે કે તેમની સામે કોઈ ચોક્કસ આરોપ નથી. આ કેસમાં તેમની કોઈજ સીધી સંડોવણી નથી. વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે ઈડીતે વ્યક્તિનું નામ જાહેર કરી રહ્યું નથી જેણે પૈસા લીધા હતા અથવા જેણે ગુનો કર્યો હતો. જહાંગીર નામના વ્યક્તિ સાથે આલમગીરનો કોઈ સંબંધ નથી જેના ઘરેથી રોકડ મળી આવી છે. જ્યારે ઈડીએરિમાન્ડની માંગણી કરી ત્યારે આલમગીરના વકીલે તબિયતને ટાંકીને તેનો વિરોધ કર્યો હતો.
ઈડીએ આલમગીર આલમની સતત બે દિવસ સુધી પૂછપરછ કરી હતી તેના એક દિવસ પહેલા નવ કલાક સુધી પૂછપરછ ચાલી હતી. આ પૂછપરછ તેની ઓફિસમાં થઈ હતી જે બાદ ઈડીએ તેમની ધરપકડ કરી હતી. આલમગીર ઈડીના રડાર પર ત્યારે આવ્યો જ્યારે તેના અંગત સચિવ સંજીવ કુમાર લાલની ધરપકડ કરવામાં આવી. આ સિવાય EDએ સંજીવકુમારના નોકર જહાંગરીઆલમની પણ ધરપકડ કરી હતી. 6 મેના રોજ ઈડીએ તેમના એક ફ્લેટ પર દરોડા પાડ્યા હતા જેમાં 32 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા.
6 મેના રોજ, ઈડીએ આલમગીર આલમના અંગત સચિવ સંજીવલાલના વર્કર જહાંગીર આલમના એપાર્ટમેન્ટ પર દરોડા પાડ્યા હતા અને 37 કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી. દરોડા બાદ આલમ અને સંજીવ લાલ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએરાંચીમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, જે દરમિયાન આ રોકડ મળી આવી હતી. રોકડ ગણવા માટે ઘણા મશીનો પણ લાવવામાં આવ્યા હતા, જે બધી 500 રૂપિયાની નોટો હતી. આ સિવાય એજન્સીના અધિકારીઓએ જહાંગીર આલમના ફ્લેટમાંથી કેટલાક દાગીના પણ મળી આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500