Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અબ્રામામાં રહેતા વેપારીનાં બંધ ઘરમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી થઈ

  • September 09, 2024 

વલસાડના અબ્રામા સ્થિત ગોકુલધામ સોસાયટીનાં પારદર્શન પ્લોટ નંબર-૧૭૭માં રહેતા નીરજભાઈ ચંદ્રકાંતભાઈ કંબોયા લેબોરેટરીના સાધનોનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર ઓમકારેશ્વર અમદાવાદમાં ડેન્ગ્યુમાં સપડાતા, નીરજભાઈ તેમની પત્ની સાથે ઘર બંધ કરીને અમદાવાદ ગયા હતા. દરમિયાન આ વિસ્તારમાં ત્રાટકેલા ચોરટાઓએ નીરજભાઈના બંધ મકાનમાં પ્રવેશ કર્યો હતો. ચોરટાઓએ ઘરના કબાટનો સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. ત્યારબાદ ચોરટાઓએ સોનાનું મંગળસૂત્ર, સોનાના બે પાટલા, સોનાની બુટ્ટીનો સેટ, સોનાની બે ચેઈન, ચાંદીનાં સિક્કા અને રોકડા રૂપિયા ૮૦ હજાર મળી કુલ રૂપિયા ૪,૭૬,૪૯૫/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application