વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રામપુરા ખાતે પોતાના ફાર્મ હાઉસ પર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને પહેલા માળે કબાટમાં મુકેલા 3.50 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર સી.એ.ના પિતા હોવા છતાં તસ્કરો મકાનમાં ઘૂસ્યા હતા. ઘરે પરત આવેલા ચાર્ટર્ડ એકાઉન્ટ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા નીલકંઠ ડુપ્લેક્સમાં રહેતા હરેશભાઈ રમણલલ કાપડીયા ચાર્ટર એકાઉન્ટન્ટ છે.
તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તારીખ 29 ડિસેમ્બરના રોજ ઉમેટા પાસે રામપુરા ગામમાં આવેલા મારા ફાર્મ હાઉસમાં ગયા હતા અને મારા પિતા વાયો વૃદ્ધ હોય ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. તે દરમિયાન તસ્કરોએ મારા પહેલા માળમાં ઘૂસ્યા હતા. અમે પહેલા માળે આવેલા બેડરૂમમાં કબાટના ગલ્લામાં સોના ચાંદીના દાગીના મુકેલા હતા. દરમિયાન તસ્કરોએ કબાટમાં તમામ સામાન વેરવીખેર કરી નાખ્યો હતો અને તેમાં મુકેલા 3.50 લાખના સોના ચાંદીના દાગીના લઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા. ફાર્મ હાઉસ પરથી ઘરે આવેલા ચાર્ટર્ડ એકાઉન્ટ ઉપરના માટે જ હતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ચોરી અંગે ગોત્રી પોલીસે ચાર્ટર એકાઉન્ટની ફરિયાદના આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application