Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામમા જવેલર્સની દુકાનમાથી ૬ લાખના દાગીનાની ચોરી, પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • August 17, 2024 

ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડિમ્પલ જવેલર્સ નામની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે રાત્રે ચોર ઈસમો તાળા તોડી રૂપિયા ૬ લાખના દાગીનાની ચોરી કરી નાસી જતા ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરગામ સુખી એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશભાઈ પારેખની ડિમ્પલ જવેલર્સ નામની દુકાન સોળસુંબા સ્ટેશન વિસ્તારમાં કસ્તુર પ્લાઝામાં આવેલી છે. જેમાં મંગળવારના રોજ રાત્રીના સમયે ચોર ઈસમો શટરના તાળા તોડીને દુકાનમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા.


ત્યારબાદ બુધવારે સવારે બાજુમાં આવેલી દુકાન ચલાવતા જયેશ શંકરે ડિમ્પલ જવેલર્સ દુકાનના શટરના તાળા તૂટેલા જોતા પ્રકાશભાઈને જાણ કરાતા પ્રકાશભાઈ દુકાને પહોંચી જોતા શટર અને અંદરની ગ્રીલના બંને બાજુના તાળા તૂટેલા હતા. બાદમાં તેમણે દુકાનમાં જઈ તપાસ કરતા દુકાનનો સમાન વેર વિખેર હાલતમાં હતો તેમણે વધુ તપાસ કરતા સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ૬,૦૦,૦૦૦ની ચોરી થઈ ગયાનું બહાર આવ્યું હતુ. બનાવની જાણ પ્રકાશભાઈએ ઉમરગામ પોલીસને કરતા પોલીસે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવ્યા હતા. સીસીટીવી કેમેરામાં બે અજાણ્યા ચોર ઈસમો ચોરી કરતા અને બે જેટલા ચોર ઈસમો દુકાનની બહાર ઉભા રહીને દેખરેખ કરતા નજરે પડયા હતા. બનાવ અંગે ચાર અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application