Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : વેપારીના ઘરમાંથી દાગીના તથા રોકડા મળી રૂપિયા ૬.૮૦ લાખની ચોરી થઈ

  • August 03, 2024 

વડોદરાના મકરપુરા રોડ પારસમણી સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નરભેરામ બગડીયા જીઆઇડીસીમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરનો ધંધો કરે છે. તેમના ત્રણેય સંતાનો અમેરિકા ખાતે રહે છે. તેમની મોટી દીકરી તારીખ 7 જુલાઈએ અમેરિકાથી વડોદરા ખાતે આવી હતી તેઓને 19મી તારીખે પરત અમેરિકા જવાનું હોવાથી દિલીપભાઈ તેઓને મુંબઈ ખાતે મુકવા માટે ગયા હતા. તે દરમિયાન તેમના મકાનના દરવાજાના તાળા તોડીને ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના તથા રોકડા 80000 મળી કુલ 6.80 લાખની મતા ચોરી ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application