Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સેલવાસમાં દિન દહાડે ફ્લેટમાંથી દાગીના અને રોકડ રકમ ચોરી થઈ

  • June 15, 2024 

સેલવાસની કૃષ્ણા હાઈટ સોસાયટીના પાંચમાં માળે આવેલા ફ્લેટ નંબર-507માં દિન દહાડે 4  વાગ્યાના સુમારે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. જોકે આ ચોરોએ ફ્લેટનું તાળું તોડી અંદર ઘૂસી કબાટનું લોકર તોડી નાંખ્યું હતુ અને તેમાં મુકેલા સોનાના દાગીના અને રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા હતા. જયારે ઘરના માલિક એવા પતિ-પત્ની સવારથી જ નોકરી પર નીકળી જાય છે. તેથી આજુબાજુના લોકોએ ઘરનો દરવાજો ખુલ્લો જોતા તેઓને શંકા જતા માલિકને ફોન કર્યો હતો. ત્યારબાદ દંપતીએ ઘરે આવીને જોયું તો રૂમની અંદરના કબાટનું લોકર તૂટેલી હાલતમાં હતા. તેઓએ તપાસ કરતા કબાટમાંથી ચોર ઈસમો સોનાના દાગીના અને રોકડ રૂપિયા લઈને ફરાર થઈ હતા. આ ઘટનાની જાણકારી મળતા સેલવાસ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application