Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોરબી બ્રિજ દુર્ઘટનામાં 1 વર્ષથી જેલમાં બંધ જયસુખ પટેલને જામીન મળ્યા

  • March 23, 2024 

મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે જયસુખ પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જોકે હોળી પહેલા જ હવે જયસુખ પટેલને દેશની સર્વોચ્ચ અદાલતથી જામીન મળી ગયા છે. સંભવિત 1 વર્ષથી જેલમાં બંધ જયસુખ પટેલને જામીન મળ્યા હોવાનું સામે આવ્યું છે. મોરબી ઝુલતો પૂલ હોનારતના આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર થયા છે. વિગતો મુજબ મોરબીના ઝુલતા પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે હતો.

આ દરમિયાન ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા હતા. મહત્વનું છે કે, મોરબી બ્રિજ હોનારત બાદ SITના રિપોર્ટમાં કંપની દ્વારા ગેરરીતિ આચરાઇ હોવાનો ખુલાસો થયો હતો. જે બાદમાં જયસુખ પટેલે સરેન્ડર કર્યા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ તરફ અગાઉ હતભાગીઓના પરિવારજનોએ જયસુખના જામીનનો વિરોધ પણ કર્યો હતો. આ સાથે ગુજરાત સરકારે પણ હાઇકોર્ટમાં જયસુખ પટેલની જામીનનો વિરોધ કર્યો હતો. આ તરફ હોનારતનો ભોગ બનેલા પરિવારજનોના વકીલે પણ અગાઉ પોલીસ રક્ષણ માગ્યું હતું. આ બધાની વચ્ચે હવે છેક સુપ્રીમ કોર્ટથી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને જામીન મળ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application