Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુબીર તાલુકાનાં ઝરણ ગામે પોષણ પખવાડીયાની ઉજવણી કરાઇ

  • April 01, 2023 

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરણ ગામે પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત કિશોરીઓને એનિમિયા વિશેની સમજણ તેમજ આર્યન ગોળી વિતરણ કરાઇ હતી. તા.૩૦/૦૩/૨૦૨૩ના રોજ પોષણ પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે આંગણવાડી કેન્દ્ર ઝરણ-2 ઉપર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કિશોરીઓને એનિમિયા વિશેની સમજણ આપવામા આવી હતી. અહીં 12 જેટલી કિશોરીઓને રૂબરૂમા આર્યનની ગોળી ગળાવવામા આવી હતી.




તમામ કિશોરીઓનુ વજન અને ઉંચાઇ કરવામા આવ્યુ હતુ. પોષણ પખવાડીયાની ઉજવણીની ઉજવણીમા તમામ કિશોરીઓને મીલેટસ અને લીલી શાકભાજીઓ માથી મળતા પોષકતત્વો વિશે સમજ આપવામા આવી હતી. પોષણ તત્વોથી ભરપુર મીલેટસ અને લીલા શાકભાજીનો ખોરાકમા ઉપયોગ કરવા જણાવ્યુ હતુ. વધુમા કિશોરીઓને શારીરિક સ્વચ્છતા, જીવન કૌશલ્યો, સોશિયલ મિડીયા, વ્યવસાયિક કુશળતા અને કાયદાકીય જ્ઞાન વિશે સમજ આપવામા આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application