Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ તાલુકાના જુની કાચલી, માણેકપુર અને સુંદરપુર ગામે જનજાગૃતિ કેમ્પ યોજાયો : ૨૨૧ આદિમજુથના નાગરિકોએ ભાગ લીધો

  • January 07, 2024 

તાપી જિલ્લામાં PM-JANMAN અભિયાન અંતર્ગત આદિમજુથના કુટુંબોને યોજનાઓનો લાભ મળી રહે તે હેતુંથી સમગ્ર જિલ્લામાં સર્વે અને કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરાયું છે. ત્યારે આજે ઉચ્છલ તાલુકાના જુની કાચલી, માણેકપુર અને સુંદરપુર ગામે ગામે જનજાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજીત આ કેમ્પમાં આદિમજુથના કુલ-૨૨૧ નાગરિકોએ ભાગ લઇ વિવિધ યોજનાઓ અંગે જાણકારી મેળવી હતી. પાત્રતા ધરાવતા નાગરિકોને સ્થળ ઉપર જ લાભો વિતરણ કરાયા હતા. કેમ્પ દરમિયાન ૨૭ જેટલા આધારકાર્ડ, ૭ આયુષમાન ભારત કાર્ડ, ૭ પીએમ જનધન યોજના અંતર્ગત નોંધણી, પીવીટીજી અંતર્ગત માહિતી દર્શાવતા ૪૭ કાર્ડનું વિતરણ, ૩ જાતીના દાખલા અને ૧૦ જેટલા રેશનકાર્ડનોં લાભ સ્થળ ઉપર જ નાગરિકોને આપવામાં આવ્યો હતો.



આ ઉપરાંત ૯ સ્થળો ઉપર બેનર અને પોસ્ટર લગાવી અને ૨ સ્થળ ઉપર વોલ પેઇન્ટીંગ કરી સરકારશ્રીની યોજનાઓ અંગે નાગરિકોને અવગત કરાયા હતા. કેમ્પના સ્થળ ખાતે ઉભા કરવામાં આવેલા સેલ્ફી પોઉન્ટ નાગરિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કેમ્પ શરૂ થવા પહેલા વહિવટી તંત્ર દ્વારા બાળકો અને જાગૃત ગ્રામજ્નોના સહકારથી રેલી યોજી યોજનાકિય બાબતો અંગે સુત્રોચ્ચાર કરાયા હતા. તાપી જિલ્લામાં જિલ્લા તંત્ર સહિત સ્થાનિક આગેવાનો આ કેમ્પમાં સહભાગી થઇ આદિમજુથના નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાના લાભો મળે તે માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે. નોંધનિય છે કે, સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘પીએમ જનમન’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ વિભાગો થકી આદિમજુથના પરિવારોના ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી કરી વિવિધ યોજનના લાભો વિતરણ કરવાના કામો સહીત આઇ.ઈ.સી એકટીવીટી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application