Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ દરબાર હોલ ખાતે 'જન ઔષધિ દિન'ની ઉજવણી કરાઈ

  • March 10, 2023 

ડાંગ દરબાર હોલ ખાતે તા.07ના રોજ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિપરિયોજના અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષના અધ્યક્ષ સ્થાને જન ઓષધિ દિવસ-2023ની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રંસગે જિલ્લા વહીવટી વડાએ જણાવ્યુ હતુ કે, પ્રવર્તમાન સમયમા બજારમા મળતી બ્રાન્ડેડ દવાઓની ઊંચી કિંમત જનતાને ચૂકવવી પડે છે. જેનેરિક દવા ડોઝ, પ્રકાર, સમલામતી, ક્ષમતા બ્રાન્ડેડ દવાઓની જેવી જ હોય છે. ઉપરાંત જેનેરિક દવા આપવાની પદ્ધતિ, ગુણવતા, અસરકારકતા, લક્ષણોની દ્રષ્ટિએ બ્રાન્ડેડ દવા જેવી જ હોય છે. જેનેરિક દવાઓમા બ્રાન્ડ દવાઓના સમાન સક્રિય ઘટકો અને રાસાયણિક ઘટકોનો જ ઉપયોગ થાય છે. તથા જેનીરિક દવાઓનું માર્કેટિંગ અને વેચાણ બ્રાન્ડેડ નામ વિના થતુ હોઈ જેનીરિક દવા બ્રાન્ડેડ દવાઓની સરખામણીમા 50% થી 90% જેટલી બજારમા ઉપલબ્ધ થતી હોય છે.








ડાંગ જિલ્લામા આરોગ્ય ક્ષેત્રે સભાનતા લાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા આરોગ્ય કર્મીઓને જિલ્લામા, કુપોષણ, માતા મરણ તેમજ એનિમિયા જેવી બીમારીઓ દૂર કરવા માટે આહવાન કર્યું હતુ. જિલ્લામાથી મજૂરી કામ અર્થે બહાર ગયેલા લોકોની માર્ચ એપ્રિલ મહિનામા ઘરવાપસી થાય છે ત્યારે બાળકોની ઊંચાઈ, વજન તેમજ માતાના સ્વાસ્થ્ય અંગેની તપાસ કરવા તેમજ સ્વાસ્થ્ય સંબધિત શિક્ષણ આપવા આરોગ્ય કર્મીઓની સાથે આશા બહેનો આ ઝુંબેસ હાથ ધરી આરોગ્ય ક્ષેત્રમા 100% ઉપલબધી પ્રાપ્ત કરવા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ જન ઔષધિ કેન્દ્ર વિશે જાણકારી આપી હતી તેમજ ડાંગ જિલ્લાના ગારખડી અને પિપલદહાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા નવિ એમ્બુલન્સ ફાળવવા બદવ જિલ્લા વહિવટી વડાનો આભાર વયક્ત કર્યો હતો.







કાલીબેલ ગામના યુવાએ જન ઔષધિ કેદ્ર દ્વારા તેમના પરિવારના બીમાર વ્યક્તિઓ માટે રાહત દરે દવાઓ પ્રાપ્ત થયુ હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ લાભાર્થીઓને જન ઓષધિ કિટનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલાયના ફાર્મ્યુટીકલ્સ વિભાગ દ્વારા દ્વારા નવેમ્બર, 2008મા જન ઓષધિ યોજના દેશભરમા શરૂ કરવામા આવી હતી. મે-2014 સુધી  પસંદગીના રાજ્યોમા માત્ર 99 જન ઔષધિ સ્ટોર્સ આ યોજના અંતર્ગત શરૂ કરાયા છે. પોષણક્ષમ ભાવે ગુણવતાયુક્ત દવાઓની ઉપલબ્ધતાના ઉદ્દેશ સાથે સરકારે સપ્ટેમ્બર 1015મા જન ઓષધિ યોજનાને પ્રધાનમંત્રી તરીકે સુધારી છે. યોજનાનાએ વધુ વેગ આપવા  માટે તેનુ નામ બદલી PMBJP રાખવામા આવ્યુ છે. હાલમા તેનુ સંચાલન ભારત ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મ્યુટીકલ્સ હસ્તકની ફાર્મ્યુટીકલ્સ અને મેડિકલ ડિવાઇસ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. હાલમા દેશભરમા 9082 જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઓષધિ પરિયોજના કેદ્ર છે જેમા ગુજરાતમા 518 કેદ્ર કાર્યરત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application