Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-કાશ્મીર : અનંતનાગમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 8 સભ્યોનાં મોત નિપજ્યાં

  • July 27, 2024 

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ડકસુમમાં આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક કાર અનિયંત્રિત થઈને ખાઈમાં ખાબકી હતી. અકસ્માતમાં પાંચ બાળકો સહિત એક જ પરિવારના 8 સભ્યોના મોત થઈ ગયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો કિશ્તવાડના નિવાસી હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પરિવાર કિશ્તવાડથી સિંથન ટોપ થઈને મારવાહ તરફ જઈ રહ્યો હતો. ત્યારે જ તેમનું વાહન ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. અકસ્માતમાં સામેલ ઈમ્તિયાઝ પોલીસ કર્મચારી હતા. તેમની સાથે કારમાં પાંચ બાળકો અને બે મહિલાઓ સામેલ હતી. આ તમામના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. મૃતકોમાં સામેલ પતિ-પત્ની ઓળખ ઈમ્તિયાઝ અને તેમની બેગમ અફરોઝા તરીકે થઈ છે. આ અકસ્માત અંગે એક અધિકારીએ જણાવ્યું કે, કિશ્તવાડ તરફથી આવી રહેલી તેજ રફ્તાર મારુતિ સ્વિફ્ટ કાર અનિયંત્રિત થઈને ખાઈમાં ખાબકી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News