Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-કાશ્મીર અને લદાખ હાઈકોર્ટેનો ચુકાદો : મહિલા નોકરી કરતી હોય તો પણ તેના પતિએ બાળકના ઉછેર માટે ભથ્થું આપવું પડે

  • August 08, 2024 

જમ્મુ-કાશ્મીર અને લદાખ હાઈકોર્ટે તાજેતરમાં જ એક અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે બાળકોનું ભરણપોષણ કરવાની જવાબદારી પિતાની હોય છે. પિતાની જવાબદારી છે કે, તે પોતાના સગીર બાળકોનું ભરણપોષણ કરે, ભલે માતા કમાતી હોય તો પણ. જસ્ટિસ સંજય ધરે સુનાવણી દરમિયાન કહ્યું કે માતા કમાતી હોય તો પણ પિતા પોતાના બાળકોનું ભરણપોષણ કરવાની જવાબદારીથી મુક્ત નથી. કોર્ટમાં એક વ્યક્તિએ દલીલ કરી હતી કે, તેની પાસે પોતાના સગીર બાળકોનું ભરણપોષણ આપવા માટે પૂરતી આવક નથી. વ્યક્તિએ એ પણ તર્ક આપ્યો કે તેની અલગ રહેતી પત્ની (અને બાળકોની માતા) એક કમાતી મહિલા છે, જેની પાસે બાળકોની સારસંભાળ કરવા માટે પૂરતી આવક છે.


જોકે, કોર્ટે આ તર્કને ફગાવી દીધો. હાઈ કોર્ટે કહ્યું, 'સગીર બાળકોના પિતા હોવાના સંબંધે તેમનું ભરણપોષણ કરવું પિતાની કાયદેસર અને નૈતિક જવાબદારી છે. આ સત્ય છે કે બાળકોની માતા કમાતી મહિલા છે અને તેની પાસે આવકનો સ્ત્રોત છે પરંતુ તેનાથી પિતા હોવાના સંબંધે અરજીકર્તાને પોતાના બાળકોનું ભરણપોષણ કરવાની જવાબદારીથી મુક્તિ મળતી નથી. તેથી આ તર્ક નિરાધાર છે.' વ્યક્તિએ કોર્ટમાં પોતાના ત્રણ બાળકો માટે 4,500 રૂપિયા ભરણ-પોષણ તરીકે ચૂકવવાના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકાર આપ્યો હતો. સેશન્સ કોર્ટ દ્વારા ભરણપોષણ આપવાના આદેશને પડકાર આપ્યા બાદ વ્યક્તિએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો.


આ દરમિયાન તેણે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ‘મારી માસિક આવક માત્ર 12,000 રૂપિયા છે. આ માટે બાળકો માટે 13,500 રૂપિયા ભરણપોષણ તરીકે આપવા શક્ય નથી. મારે બિમાર માતા-પિતાનું પણ ભરણપોષણ કરવાનું છે. મારા બાળકોની માતા એક સરકારી શિક્ષિકા હતી, જેને સારો પગાર મળતો હતો. આ દરમિયાન બાળકોના ભરણપોષણની જવાબદારી એકલા મારા પર નાખવામાં આવવી જોઈએ નહીં.’ જોકે ટ્રાયલ કોર્ટ સમક્ષ તે દર મહિને 12,000 રૂપિયા જ કમાય છે એવા પુરાવા રજૂ કરી શક્યો નહીં. તેથી કોર્ટે કહ્યું કે એ સ્પષ્ટ છે કે તમે એક સારા એન્જિનિયર હતા, જેણે પહેલા વિદેશમાં પણ કામ કર્યું હતું. તેથી તમે ભથ્થું ચૂકવવાને પાત્ર છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News