ભરૂચમાં જંબુસરમાંથી બે અલગ અલગ સ્થળોએથી જુગાર રમતા 20 જુગારીયાઓને રૂપિયા 2.90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય ચાર જુગારી ફરાર થઈ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જંબુસર પોલીસમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, કાવા ગામના સુલ્તાન મહમંદ રહેમત ખોખર અને અમરસંગ પરમાર ગામની નવી નગરી પાસે માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા 24 હજાર અને 8 નંગ મોબાઈલ તેમજ ત્રણ બાઇક-એક ટ્રક મળી કુલ 2.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુલ્તાન મહમંદ રહેમત ખોખર, ભાર્ગવ અરવિંદ માછી, શકીલ સિકંદર રહિમ ખોખર, મહેન્દ્ર જેનતી પરમાર સહિત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય ચાર ફરાર થઈ ગયા હતા. જ્યારે વેડચ પોલીસે પીલુદ્રા ગામના વાણિયા તલાવડી પાસે રહેણાંક મકાનની બાજુમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી રોકડા રૂપિયા 10 હજાર મળી કુલ 28 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા જુગારી પીલુદ્રા નવી નગરીમાં રહેતો સુરેશ ધૂલા પરમાર, વિવેક રામસંગ સોલંકી, અર્જુન પઢિયાર સહિત 12 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500